વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘરમાંથી દારૂની 279 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ
ડીઝલ ચોરી: માળિયા (મી)ના નાના દહીસરા પાસે ટેન્કરમાંથી 600 લિટર ડીઝલની ચોરી, 36.65 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
SHARE
ડીઝલ ચોરી: માળિયા (મી)ના નાના દહીસરા પાસે ટેન્કરમાંથી 600 લિટર ડીઝલની ચોરી, 36.65 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં અગાઉ ડીઝલ ચોરીના બનાવો સામે આવ્યા છે તેઓમાં વધુ એક વખત નાના દહીસરા ગામના ફાટક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ડીઝલ ભરેલ ટેન્કર ઉભું રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 600 લિટર ડીઝલ તેમજ ટેન્કરના ભરેલ ડીઝલ તથા વાહન મળીને કુલ 36.65 લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવે છે જોકે એક આરોપી પોલીસને જોઈને નાસી છૂટેલ હોય બે શખ્સ તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ નાના દહીસરા ગામના ફાટકની પાસે ખુલ્લા પ્લોટમાં ડીઝલ ભરેલું ટેન્કર ઊભું રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં રહી છે તેવી હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 600 લીટર ડીઝલ તથા ટેન્કરમાં ભરેલ 23,600 લિટર ડીઝલ અને ટેન્કર નંબર જીજે 36 ટી 7536 આમ કુલ મળીને 36,65,600 ની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને હાલમાં પોલીસ દ્વારા ટેન્કરના ડ્રાઇવર ઇમ્તિયાઝભાઈ સુલેમાનભાઈ ગજીયા રહે. જામનગર વાળાની ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હરદેવભાઇ રાણાભાઇ છૈયા રહે. જસાપર તાલુકો માળીયા મીયાણા વાળા સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીઓન પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે