મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર-નવાગામના રસ્તે બિનવારસી મેટાડોરમાંથી ૬૨૪ બોટલ દારૂ મળી આવ્યો 


SHARE













મોરબીના લીલાપર-નવાગામના રસ્તે બિનવારસી મેટાડોરમાંથી ૬૨૪ બોટલ દારૂ મળી આવ્યો 

રૂા.૫.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરનું પગેરૂ મેળવવા તજવીજ ચાલુ

મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાતના રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં વહેલી સવારના મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તેથી બિનવારસી હાલતમાં મેટાડોર-૪૦૭ મળી આવ્યું હતું જેની તલાશી દરમિયાન મેટાડોરમાંથી અધધધ ૫૨ (બાવન) પેટી એટલે કે ૬૨૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે રૂા.૨.૫૧ લાખનો વિદેશી દારૂ તથા ત્રણ લાખનું વાહન એમ કુલ મળીને રૂા.૫.૫૧ લાખની મતા જપ્ત કરી છે અને મેટાડોર નંબરને આધારે બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસનો સ્ટાફ મોડીરાત્રીના રાઉન્ડમાં હતો તે દરમિયાન લીલાપરથી નવાગામ જવાના રસ્તેથી મેટાડોર ટાટા ૪૦૭ ગાડી નંબર જીજે ૩ એએકસ ૩૨૫૭ બીનવારસી હાલતમાં મળી આવ્યું હતું. વહેલી સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં લીલાપર-નવાગામના રસ્તેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ઉપરોક્ત નંબરના મેટાડોરની તલાશી લેવામાં આવતા પોલીસને મેટાડોરમાંથી જુદીજુદી બ્રાંડની વિદેસી દારૂની બાવન પેટી એટલે કે ૬૨૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી રૂા.૨,૫૧,૪૦૦ ની કિંમતનો દારૂ તથા રૂપિયા ૩ લાખનું મેટાડોર એમ કુલ મળીને રૂા.૫,૫૧,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને મેટાડોર નંબર ઉપરથી બુટલેગરોનું પગેરૂ દબાવવા માટે મોરબી તાલુકા પોલીસે આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News