મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે દેવીપુરના પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મુકી મોત મીઠુ કર્યુ, અરેરાટી


SHARE













હળવદના સુખપર પાસે દેવીપુરના પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મુકી મોત મીઠુ કર્યુ, અરેરાટી

(હરેશ પરમાર દ્રારા) મોરબી તા.૨૮

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક દેવીપુર ગામના પ્રેમીપંખીડાઓએ પ્રેમમાંધ થઈને ટ્રેન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લેતા નાના એવા દેવીપુર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ ગામ લોકોને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઇને આગળની તપાસ હાથ ધરી હતી.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામ પાસે પ્રેમમાંધ બનેલા પ્રેમીપંખીડાએ સુખપર ગામ નજીકથી પસાર થતા રેલ્વેટ્રેક ઉપર ટ્રેન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લેતા નાનકડા એવા દેવીપુર ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.તાલુકાના સુખપર ગામ પાસે ફાટક નજીક જ ટ્રેનની નીચે પડતુ મુકી દેતા દેવીપુર ગામના સહદેવભાઈ જસમતભાઈ વિઠ્ઠલાપરા (૧૯) અને તે જ ગામના કાજલબેન છગનભાઈ અઘારા (૨૦) ના મોત નિપજયા છે.બંને દેવીપુર ગામે રહેતા હતા અને બંન્નેની આંખો મળી જતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડાઓ  પ્રેમમાં પાગલ થઇ ગયા હતા અને સમાજ તેઓને એક નહીં થવા દે તેવા ડરના લીધે બંનેએ સજોડે ટ્રેન નીચે પડતું મુકી ગેતા બંને પ્રેમીપંખીડાઓના મોત નિપજયા છે. જાણ થતા આજુબાજુના લોકો તેમજ મૃતકના ગામના લોકો તથા મૃતકોના સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને મૃતદેહોને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News