મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટિંગ યાર્ડ અને તાલુકાસંઘના નવા હોદેદારોને સાંસદ-ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી


SHARE













મોરબી માર્કેટિંગ યાર્ડ અને તાલુકાસંઘના નવા હોદેદારોને સાંસદ-ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી

મોરબી ખેત ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં મગનભાઇ વડાવીયા પ્રેરિત સહકાર પેનલને સાંપડેલ જંગી બહુમતી અન્વયે જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓના પ્રમુખ સ્થાને આ માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે બેઠક યોજાયેલ હતી.જેમાં પ્રમુખ તરીકે ભવાનભાઈ ભાગીયા અને ઉપ પ્રમુખ તરીકે મગનભાઇ વડાવીયા બિન હરીફ ચૂંટાયા હતા.

તેમજ શ્રી મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખશની ચૂંટણી નાયબ કલેક્ટર ઝાલાના અધ્યક્ષ પદે યોજાયેલ હતી.જેમાં પ્રમુખ તરીકે બળવંતભાઈ કોટડીયાની અને ઉપપ્રમુખ તરીકે ભગવાનજીભાઇ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ બંને સંસ્થાઓના હોદેદારોની બિન હરીફ વરણી વખતે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ખાસ ઉપસ્થિત રહી બંને સંસ્થાના નવા વરાયેલા હોદેદારોને રૂબરૂ અભિનંદન આપ્યા હતા તેમજ મોરબી જિલ્લામાં સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયાના કુશળ નેતૃત્વ હેઠળ સહકારી સંસ્થાઓ ખેડૂત કલ્યાણ માટે સતત કાર્યરત રહી છે તે પરંપરા નવા વરાયેલા હોદેદારો પણ જાળવી રાખશે તેવો વિશ્વાશ આ બંને મહાનુભવોએ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ માર્કેટિંગ યાર્ડના માધ્યમથી ખેતજણસના વેંચાણમાં ખેડૂતોનું સર્વોચ હિત જળવાય તેમજ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ દ્વારા સહકારી મંડળીઓ અને તેના દ્વારા સભાષદો એવા ખેડૂતોને રાસાયણિક ખાતર સહિત પૂરક સુવિધા સરળતાથી ઉપલબ્ધ થતી રહે તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. બ્રિજેશ મેરજા તેમજ મોહનભાઇ કુંડારીયાએ ખાસ કરીને આ બંને સહકારી સંસ્થાઓના બિન હરીફ હોદેદારોની બિન હરીફ વરણી થવા બદલ મગનભાઇ વડાવીયા તેમજ બંને સંસ્થાઓના ડિરેક્ટરઓને ખાસ ધન્યવાદ પાઠવ્યા હતા.




Latest News