વાંકાનેરમાં ઘરની અંદર એસિડ પી ગયેલ આધેડ મહિલાનું સારવારમાં મોત
વાંકાનેરમાં આજથી ત્રિદિવસીય અશ્વ કામા રમતોત્સવનો પ્રારંભ, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું ઉદ્ઘાટન: શણગાર સ્પર્ધામાં સાળંગપુરની શુભલક્ષ્મી નામની ઘોડી પ્રથમ બની વિજેતા
SHARE
વાંકાનેરમાં આજથી ત્રિદિવસીય કામા અશ્વ રમતોત્સવ અને પ્રદર્શનનો પ્રારંભ થયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાંથી 250 જેટલા ઘોડા આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરમાં આવ્યા છે અને આજે પ્રથમ દિવસે અશ્વ શણગારની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાળંગપુરની શુભલક્ષ્મી નામની ઘોડી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી
17 માં અશ્વ કામા પ્રદર્શન અને રમતોત્સવનો આજથી વાંકાનેરમાં પ્રારંભ થયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી રિવાબા જાડેજા તેમજ રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં આ અશ્વ કામા રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા રાજસ્થાનથી અશ્વપાલકો પોતાના અશ્વને લઈને આવ્યા છે અને 300 જેટલી એન્ટ્રી અશ્વ પાલકો તરફથી આવી હતી જેમાંથી 250 જેટલા અશ્વો 3 દિવસના જુદાજુદા કાર્યક્રમ દરમિયાન વાંકાનેરમાં હણહણાટી કરવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે અશ્વ શણગાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનના અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પોતાના અશ્વોને ટ્રેડિશનલ શણગાર સાથે અશ્વ પાલકો ત્યાં મેદાન ઉપર પહોંચ્યા હતા અને નિર્ણયકો દ્વારા માર્કિંગ કરીને શણગાર સ્પર્ધામાં સાળંગપુરથી આવેલ વિશ્વજીતસિંહ ખાચર ની શુભલક્ષ્મી નામની ઘોડીને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે જેને 15000 રૂપિયા નું રોકડ ઇનામ તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં વર્ષ દરમિયાન એક કામા રમતોત્સવનું આયોજન થતું હોય છે જોકે હવે વર્ષમાં ત્રણ વખત અશ્વ કામા શો નું આયોજન થાય તે પ્રકારની તેમણે જાહેરાત કરી હતી તેની સાથોસાથ કાઠીયાવાડી નેશનલના ઘોડાનું વધુ એક બ્રિડિંગ ફાર્મ શરૂ કરવા માટેની પણ તેઓએ જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી વાંકાનેરમાં અશ્વ કામા રમતોત્સવ યોજાયો છે જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી રીવાબા જાડેજા, સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કામા અશ્વ સોસાયટીના ચેરમેન ઘનશ્યામજી આચાર્ય તેમજ વાઇસ ચેરમેન સત્યજિતસિંહ ખાચર સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કાઠીયાવાડી અશ્વની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.