મોરબીમાં લેઝર લાઇટનો શેરડો મારવાની વાતમાં બે જૂથ વચ્ચે મારામારી, ધોકા-પાઇપ ઉડ્યા મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું મોરબીમાં આધાર કાર્ડની સરકારી કિટનો ઉપયોગ કરીને અરજદારોને લૂંટવાના ગુનામાં યુવતી સહિત વધુ બેની ધરપકડ મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ-નીલકંઠ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતા માટે અનોખો પ્રયાસ યે અંદર કી બાત હૈ: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે બક્ષિપંચ-પાટીદાર વચ્ચે કાંટેકી ટક્કર, લોબિંગ ચાલુ મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવિવારથી વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે


SHARE















મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવિવારથી વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડનું ટોકનદરે રવિવારથી વિતરણ કરવામાં આવશે. મોરબીના આંગણે જ ફરી એકવાર કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારની ઔષધીય વ્રુક્ષોના રોપાઓનું ટોકન દરથી અને અન્ય રોપનું ફ્રિ વિતરણ પણ કરવામાં આવશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે.આ વર્ષે ખાસ બીજી વાર જૂનાગઢ જઇને વિવિધ પ્રકારના ઔષધીય રોપા ખરીદી તેને મોરબીમાં ટોકન ભાવથી વિતરણ કરવામાં આવશે. આની સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવશે.વિનામૂલ્યે જે રોપાઓનું વિતરણ કરાશે તેમા જાંબુડા, સીતાફળ, લીંબુ, ગુંદા, બીલીપત્ર, ગરમાળો, લીમડો, સવન, તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો લીમડો, સેતુર અને બદામનો સમાવેશ થાય છે. જયારે અમુક રોપાઓ ટોકન દરથી મળશે જેમા અરીઠા, ખેર, અશોક, કોઠા, ગોળ પાન વાળી નગોડ, કદંબ, ચરેલ, ડોડી, કડાયો, જલજાંબુ, મીંઢોળ, મહુડો, બહેડા, શિવલિંગી, બ્રાહ્મણી વેલ, લિંડી પીપર વેલ, કરમદા, ગુગળ, ખાખરો, નગોડ, અરડૂસી, સીમળો, વિકળો, બોરસલી, એલોવેરા, રાયણ, કંચનાર, આમળા, પારિજાત, સિસમ, રાદારૂડી વેલ, પાન ફૂટી, પુત્ર જીવક, વાયાવર્ણ અને અર્જુન સાદાડ ટોકન દરે મળશે.તેમજ જાસૂદ, ટગર, ગુલાબ, ટગરી, એલેમેંડા, ડોલર, એમેનિયા, ફ્લેમિંગો વગેરે રોપઓ રાહત દરેથી વિતરણ કરવામાં આવશે.રોપાઓ લેવા આવતા વ્યક્તિએ પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવાની રહેશે અને કોરોના ગાઈડલાયનના પાલન સાથે જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર રવાપર-ઘુનડા રોડ, માધવ ગૌશાળા પેહલા, હરી ૐ સ્ટોન પછી મોરબી ખાતે રોપા વિતરણ કરાશે.તા.૨૭-૬ ને રવિવારથી બપોરે ૫ થી સાંજે ૮ સુધી જ વિતરણ કરાશે. આ સમય સિવાય રોપા આપવામાં આવશે નહીં.રોપા હશે ત્યાં સુધી દરરોજ વિતરણ ચાલુ રહેશે અને વધુ માહિતી માટે મો.75748 68886 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News