મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે


SHARE

















મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે
 

રાજ્ય સરકારે કોરોનાને લઇને નવી જાહેરાત કપી હતી જે મુજબ હવેથી મોરબીમાં તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલી રાખી શકાશે.તેમજ કર્ફયુની મુદતમાં પણ એક કલાકનો ઘટાડો કરાતા હવે રાતના ૧૦ સુધી લોકો ઘર બહાર કામકાજ માટે જઇ શકશે.

સરકારના હુકમ મુજબ આજથી શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે કામ વગર બહાર ન નિકળવુ.તેમજ લોકો હવેથી તેમની દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર-હાટ, હેર સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલ્લા રાખી શકશે.હોટલો તેમજ રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૯ સુધી બેસવાની ક્ષમતાના ૬૦ ટકા અને કોરોના ગાઇડલાઇનનું પાલન સાથે ખુલ્લા રહી શકશે.હોટલ કે રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨ સુધી હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. તેમજ જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ લોકોની મંજૂરી નોંધણી સાથે મળશે.અંતિમ ક્રીયા-દફન વિધીમાં ૪૦ વ્યકિતઆ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી જોડાઇ શકશે.




Latest News