મોરબીના 8 ઉદ્યોગકારોને સરકારની સ્કીમ હેઠળ મળેલ 1.62 કરોડનું વળતર ખોટા ડોક્યુમેન્ટ આધારે ઉપડી ગયું !
ટંકારામાં ભૂંડ પકડવા બાબતનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ત્રણ શખ્સોનો છરી અને પથ્થર વડે કર્યો હુમલો
SHARE
ટંકારામાં ભૂંડ પકડવા બાબતનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ત્રણ શખ્સોનો છરી અને પથ્થર વડે કર્યો હુમલો
ટંકારામાં રહેતો યુવાન ડબલ સવારી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ભૂંડ પકડવા બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા રોકવામાં આવ્યું હતું અને ગાળો આપીને છરી તથા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાન સહિત બે વ્યક્તિઓને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં આવેલ સરદારનગર શેરી નં-3 માં રહેતા અને ભૂંડ પકડવાનો ધંધો કરતા ક્રિપાલસીંગ મહેન્દ્રસીંગ બાવરી (25)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કમલસીંગ મહેન્દ્રસીંગ બાવરી, સતપાલસીંગ કમલસીંગ બાવરી, અને અમરસીંગ કમલસીંગબાવરી રહે. બધા જમજમનગર ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ભૂંડ પકડવા બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદ ભગતસીંગ બાઈક લઈને જતા હતા તે વખતે તેઓને રસ્તામાં સરદારનગર સોસાયટી પાસે રોક્યા હતા અને તેમના વિસ્તારમાં ભૂંડ ન પકડવા બાબતે કહ્યું હતું ત્યારે ફરિયાદીએ ભૂંડ નહીં પકડેલ હોવાનું કહેતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી અને ફરિયાદી તથા સાહેદે ગાળો આપવાની ના પાડતા અમરસીંગએ તેના હાથમાં રહેલ છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી જયારે કમલસીંગે તેના હાથમાં રહેલ પથ્થર વડે હુમલો કરીને માથામાં મારીને ઇજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે યુવાનની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.