મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના 8 ઉદ્યોગકારોને સરકારની સ્કીમ હેઠળ મળેલ 1.62 કરોડનું વળતર ખોટા ડોક્યુમેન્ટ આધારે ઉપડી ગયું !


SHARE











મોરબીના 8 ઉદ્યોગકારોને સરકારની સ્કીમ હેઠળ મળેલ 1.62 કરોડનું વળતર ખોટા ડોક્યુમેન્ટ આધારે ઉપડી ગયું !

મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા વિદેશમાં ચીજ વસ્તુઓની સપ્લાય કરવામાં આવતી હોય છે અને એક્સપોર્ટના ધંધા કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા આઈસીગેટ સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલા ધંધાની રકમ આધારિત સ્કીમમાં સરકાર તરફથી વળતર આપવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોને 1,62,78,858 રૂપિયા સરકાર તરફથી આઈસીગેટ યુઝર એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા જેને યેનકેન પ્રકારે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર તથા ખોટા જીમેલ આઇડી અને ડિજિટલ સિગ્નેચર બનાવીને તેનો ઉપયોગ કરનારાઓ દ્વારા તે નાણાંની ઠગાઇ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધરતી પાર્કમાં પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઇ પાંચોટિયા (36)એ હાલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર તથા ફ્રોડ આઈસીઈ ગેટ યુઝર બનાવવા માટે ખોટા ઇ-મેલ આઇડી બનાવનાર વાપરનાર તથા ડિજિટલ સિગ્નેચર બનાવનાર અને તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે ફરિયાદી તથા સાહેદોની પેઢી અને કંપનીઓ દ્વારા વિદેશમાં સીરામીકની ચીજ વસ્તુઓને એક્સપોર્ટ કરવાનો ધંધો કરવામાં આવે છે અને ભારત સરકારના આઈસીઆઈ ગેટ સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલ ધંધાની રકમ આધારિત આઈસીઇ ગેટ રોડટેપ સ્કીમમાં સરકાર તરફથી તેઓને 1,62,78,858 ની રકમ ફરિયાદી તથા સાહેડોની પેઢી અને કંપનીઓને આઈસીઇ ગેટ યુઝર એકાઉન્ટમાં જમા થયેલ હતી જે નાણાં કોઈપણ અજાણ્યા માણસોએ પોતાના આર્થિક ફાયદા માટે પોતાનું મિલાપીપણું કરી ગુનાહિત કાવતરું રચીને ફરિયાદી તથા સાહેદોની પેઢી અને કંપનીઓની જાણ બહાર ફરિયાદી તથા સાહેદોની કંપની અને પેઢીના કીમતી દસ્તાવેજોમાં ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને યેનકેન પ્રકારે ખોટા દસ્તાવેજો ઉભા કરી આઈસીઇ ગેટમાં યુઝર આઇડી રજીસ્ટ્રેશન કરાવવા તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ફરિયાદી તથા સાહેદની કંપનીઓ અને પેઢીઓના નામના ખોટા ઇમેઈ આઇડી બનાવી ડિજિટલ સિગ્નેચર બનાવી મોબાઈલ નંબર ખોટા ઉમેરી તેનો ખરા તરીકે આઈસીઈ ગેટ પોર્ટલમાં યુઝર આઇડી બનાવવામાં ઉપયોગ કરી ખોટા યુઝર આઇડી બનાવીને નાણાંની સ્કીપો બનાવી અન્ય આઈસીઇ ગેટ યુઝર આઈડી માં તેને ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદોને સરકાર તરફથી મળેલ 1,62,78,858 રૂપિયાની ઠાગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News