મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને જીવન ટુંકાવવાના બનાવમાં સ્યૂસાઇટ નોટ આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ: આરોપીઓની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં સ્યૂસાઇટ નોટ આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ: આરોપીઓની ધરપકડ

મોરબીમાં રહેતા યુવાને બે શખ્સોને હાથ ઉંચીના રૂપિયા આપ્યા હતા તે રૂપિયા તેને પરત આપવામાં આવતા ન હતા જેથી યુવાને તેના સાળાને આ બાબતે વાત કરી હતી અને ત્યારબાદ યુવાન અને તેના સાળાએ રૂપિયાની પરત માંગણી કરી હતી જેથી તે સામેવાળાઓને તે સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ પૈસા પરત આપવા ન પડે તે માટે થઈને સામેવાળાઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને યુવાન તથા તેના સાળાને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ રૂબરૂ અને ફોન ઉપર પણ ધમકી આપતા હતા જેથી યુવાનના સાળાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું અને તેની પાસેથી મળી આવેલ સ્યૂસાઇટ નોટ આધારે પોલીસે હાલમાં મૃતક યુવાનના બનેવીની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ત્રણેય આરોપીઓને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરલે છે.

મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં શુભ-બી બ્લોક નંબર 201 ખાતે રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા રહે. લક્ષ્મીનગર, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા રહે. મોરબી તથા કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા રહે. પંચાસર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ આશિષભાઈ અને કમલેશભાઈને હાથ ઉછીના 1.26 રૂપિયા આપેલા હતા જે રૂપિયા ફરિયાદીને પરત આપતા ન હતા જેથી ફરિયાદીએ તેના સાળા વિપુલભાઈ વિડજાને આ બાબતે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ઉછીના આપેલ રૂપિયા આશિષભાઈ, હિતેશભાઈ અને કમલેશભાઈ પરત આપતા નથી જેથી ફરિયાદી અને તેના સાળાએ રૂપિયા પરત મેળવવા માટે થઈને તેની પાસે માંગણી કરી હતી જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ પૈસા પરત આપવા ન પડે તે માટે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદી તેમજ તેના સાળાને ડરાવી ધમકાવીને ત્રણેય આરોપીઓએ સાથે મળીને ફરિયાદી તથા તેના સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને ફરિયાદીના સાળાને રૂબરૂમાં તેમજ ફોન ઉપર ધમકી આપીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી ફરિયાદીના સાળા વિપુલભાઈ વીડજા ઝેરી દવા પી ગયા હતા અને તેનું મોત નિપજ્યું છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક પાસેથી મળી આવેલ સ્યૂસાઇટ નોટ આધારે પોલીસે મૃતક યુવાનના બનેવીની ફરિયાદ લઈને ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આ ગુનામાં પોલીસે હાલમાં મિયાણાં તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા (35) રહે. મોરબી, આશિષભાઈ રમેશભાઈ પાડલીયા (25) રહે. લક્ષ્મીનગર અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા રહે. પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. 






Latest News