માળીયા (મી)ના વાધરવા ગામે રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે રામધૂન યોજાઇ
SHARE
માળીયા (મી)ના વાધરવા ગામે રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે રામધૂન યોજાઇ
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયાની તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રીના દીકરા સહિત કાંતિભાઈના ટેકેદારોએ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને રાજ્ય મંત્રી કાંતિભાઈના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના લોક લાડીલા અને લડાયક ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાલમાં કેન્સરની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે ત્યારે તેઓના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે તેમના અનેક કાર્યકર્તાઓ અને ટેકેદારો સહિતનાઓ દ્વારા ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામજી મંદિર ખાતે તા. 30/11 ને મંગળવારના રોજ રાત્રે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રીના દીકરા પ્રથમભાઈ અમૃતિયા, ગોપાલભાઈ સરડવા, જયદીપભાઈ કંડિયા, લાલજીભાઈ ગામી, અનિલભાઈ વરમોરા, જયદીપભાઈ દેત્રોજા, કેતનભાઈ વિલપરા, મણિભાઈ સરડવા સહિતના કાંતિભાઈના ટેકેદારોએ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને રાજ્ય મંત્રી કાંતિભાઈના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અને રામધૂન બોલાવી હતી.