મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ભાજપમાં સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાનું કરાયું સન્માન
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ
SHARE
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ
હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કર્યું હતું જે ગુનામાં હળવદ પોલીસે છેલ્લે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી અને તે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે તેવામાં આ કૌભાંડ કરવા માટે બનાવટી હુકમમાં સિક્કા અને સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની હળવદ પોલીસે હાલમાં ધરપકડ કરી છે અને બંનેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ધરી છે.
હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 9/11/25 ના રોજ રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીન પચાવી પાડવા માટેના કૌભાંડની ફરિયાદ કરી હતી.
જે ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે અગાઉ એક મહિલા સહિત કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બબાભાઈ સાકરીયા રહે. કોયબા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને તેને આગામી તા 9 સુધી રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. જેથી તેની આરોપી રમેશ સાંકરીયાએ ખોટું રેકર્ડ કયા ? કેવી રીતે ? અને કેવી રીતે ઊભું કર્યું હતું તેની પૂછપરછ કરવામાં આવતા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરીયા રહે. રાજગઢ તાલુકો ધ્રાંગધ્રા તથા મનસુખ મધાભાઇ કાંટીયા રહે. ધ્રાંગધ્રા વળાના નામ સામે આવ્યા હતા અને તે બંનેએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્ક/ સીલ મારવા માટે આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બન્ને પટ્ટાવાળાઓની જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તે બંનેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.
ઉલેખનીય છે કે, ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું અને તેને પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી-કરાવીને કૌભાંડ કર્યું હતું. હાલમાં બે તત્કાલિન પટ્ટાવાળાની ધરપકડ કરાઇ છે તેમ આગમી સમયમાં અન્ય અધિકારી કે કર્મચારીના પગ તળે રેલો આવે તેવી શક્યતાઓને હાલમાં નકારી શકાય તેમ નથી.