મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત


SHARE











મોરબી : થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત

સુરેન્દ્રનગરના થાન તાલુકાના વિજળીયા ગામનો વિશાલભાઈ ભુપતભાઈ ઝાલા નામનો 20 વર્ષનો યુવાન કોઈ કારણોસર ગત તા.17/12ના વિજળીયા ખાતે ઝેરી દવા પી ગયો હતો.

જેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન વિશાલભાઈ ઝાલા નામના યુવાનનું મોત નિપજયું હતું. સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી. જયારે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ભરડીયાની ઓરડીમાં રહેતા બાબુલાલ એચ. ડામોર નામના 47 વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સીવીલે લવાયો હતો. તબીબે જોઈ તપાસીને બાબુભાઈ ડામોરને મૃત જાહેર કરેલ જેથી વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માત
 વાંકાનેર નજીક માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થઈ જતા ભરતભાઈ રામજીભાઈ ભાડજા (42) રહે. સનરાઈઝ પાર્ક પંચાસર રોડ અને જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા (59) રહે. ગોકુલ ફાર્મ પાસે રવાપર રોડને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.
 હળવદના અજય જયંતિભાઈ અઘારા (19)ને હળવદ ફાટક પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો. જયારે વાંકાનેરના સરધારકા ગામના વાહીદહુશેન ઈબ્રાહીમ શેરસીયા (18) બાઈક લઈને જતો હતો. ત્યારે થાન ચોકડી પાસે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયો હતો.

આધેડ સારવારમાં
 માળીયા (મીં)ના અંજીયાસર ગામના હારૂનભાઈ રહેમાનભાઈ માણેક (53) મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ખાખરેચીના પાટીયા પાસે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જયારે હળવદના ઈંગોરાળા ગામે બાઈકમાં જતા વખતે ગામની શાળા પાસે બાઈક અચાનક કુતરૂ આડુ ઉતરતા વાહનમાંથી પડી જતા કેતન રમેશભાઈ બજાણીયા નામના 13 વર્ષના બાળકને સારવાર માટે અત્રેની આયુષમાં ખસેડાયો હતો.

વૃધ્ધા સારવારમાં
 ટંકારાના નાના ખીજડીયા ગામે બાઈક પાછળથી પડી જતા હેમીબેન અણદાભાઈ બારૈયા નામના સીતેર વર્ષના વૃધ્ધાને સારવાર માટે ખસેડાયા હતા. જયારે વાવડી રોડ ગણેશનગર ખાતે રહેતા રાજન હેમંતભાઈ ડાભી (20)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો. વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે બાઈક સ્લીપ થઈ જતા સંજય પ્રવિણભાઈ કુબાવત (20) રહે. વિદ્યુતનગર સર્કીટ હાઉસ સામેને સારવાર માટે લઈ જવાયો હતો. ઝવેરી શેરી પાસે બાઈક આડે કુતરૂ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા મંજુલાબેન મહેન્દ્રભાઈ દંગી (73) રહે. લખધીરવાસ મોરબીને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News