મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તબીબોનું સંમેલન યોજાયું
મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ
SHARE
મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ
મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે મહાપાલિકાના કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આગામી સમયમાં મોરબી શહેરના લોકોને સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરીને કઈ રીતે સારામાં સારી સુવિધાઓ પૂરી પાડી શકાય તેનાનું ચિંતન અધિકારીઓએ દ્વારા કરવામાં આવ્યું હતું
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આજે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌપ્રથમ એક કલાક યોગાનું સેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના જુદા જુદા પાંચ ટોપિક ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી આવતી સમસ્યાઓ અને તેના સમાધાન ઉપર ચર્ચા કરી હતી અને મોરબીના લોકોને સારામાં સારી સુવિધાઓ કઈ રીતે આપી શકાય તેના માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર અધિકારી દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોરબી શહેરના લોકોને વધુ સારી સુવિધાઓ આગામી સમયમાં કઈ રીતે આપી શકાય તેના મૂળ ઉદ્દેશ સાથે આ ચિંતન શિબિરનું આયોજન કમિશનરના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું