મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તબીબોનું સંમેલન યોજાયું


SHARE













મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તબીબોનું સંમેલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબી ઇન્ડિયન મેડિકલ એશો. બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫ માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાના સુસંસ્ક્રુત વિકાસમાં તબીબોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને જ્યારે વૈશ્વિક સ્તરે મોરબીની આગવી ઓળખ છે. 

ત્યારે તબીબી ક્ષેત્રમાં પણ સુસંસ્ક્રુત વિકાસ થાય અને નિરામય રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માનનિય સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો.જ્યંતિભાઇ ભાડેસિઆ દ્વારા "Health and Nation building: legacy of Dr. Hedgewar to the modern Indian medical fraternity" વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અને આરએસએસના મોરબી જીલ્લાના બૌધિક પ્રમુખ અને પીજીવીસીએલ જેટકોના એન્જીનીયર જીતેન્દ્રભાઇ વિરમગામા દ્વારા "પંચ પરિવર્તન" વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 

સમગ્ર ભારત દેશ માટે આરોગ્ય ક્ષેત્રમાં ગૌરવ લઇ શકાય અને ભારતની આરોગ્ય ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બને તે માટે તબીબો સાથે વિષયોને આધારે વિચાર વિમર્શ ખુબજ ઉપયોગી બની રહેશે. આ હેતુસર મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 50 થી વધુ અલગ અલગ શાખાના તબીબોએ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્મમાં પ્રસ્તાવના એન.એમ.ઓ. સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ડો.વિજય ગઢિયા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા એન.એમ.ઓ.ના પ્રમુખ ડો.હિરેન સંઘાણી, મંત્રી ડો. વનરાજસીંહ, આઇ.એમ.એ.ના પ્રમુખ ડો.સુષ્મા દુધરેજીયા, મંત્રી ડો.દિપ ભાડજા તથા આયુર્વેદ, હોમીયોપેથી એશોશીયેશના પદાધિકારીઓ, મેડિકલ કોલેજના ડિન ડો.નિરજ બિશ્વાસ અને ફેકલ્ટી, સ્ટાફ, મેડિકલના વિધ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News