મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કારખાનાં પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા બે વર્ષના માસુમ બાળક સાથે નરાધમે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય


SHARE











ટંકારા તાલુકા કારખાનાં પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા બે વર્ષના માસુમ બાળક સાથે નરાધમે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં રહેતા યુવાન સાથે બદલો લેવા માટે તેના બે વર્ષના બાળકને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું જેથી ગંભીર રીતે ઇજા પામેલ બાળક હાલ સારવારમાં છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નેકનામ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના બે વર્ષના બાળકને તે જ કારખાનાની અંદર કામ કરતા રામવિકાસ ગેના શાહ નામના શખ્સે હવસનો શિકાર બનાવ્યો હતો અને તે બે વર્ષના માસુમ બાળકને રામવિકાસ પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તે બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી કરીને બાળકને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને પ્રથમ સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બાળકના પરિવરજન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે તેના પિતા તથા આરોપી બંને એક જ કારખાનામાં કામ કરતા હતા અને બાળકના પિતા સાથે અગાઉ આરોપીને બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીએ આ બે વર્ષના બાળકને બદલો લેવા માટે થઈને હવસનો શિકાર બનાવ્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું હાલમાં પોલીસે આરોપી રામવિકાસ શાહની ધરપકડ કરી છે અને બાળ ડોક્ટર ની હાજરીમાં પોલીસે મામલતદાર સમક્ષ આરોપીની ઓળખ પરેડ કરાવી હતી અને હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે

બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં પકડાયેલ આરોપી પરણીત છે અને તેના બાળકો અને પત્ની હાલમાં તેના વતનમાં રહે છે અહીંયા આ શખ્સ એકલો રહેતો હતો અને તેણે બાળકના પિતા સાથે બદલો લેવા માટે થઈને આ માસુમ બાળકને હવસનો શિકાર બનાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે જે ખરેખર નીંદનીય છે અને ચોમેરથી લોકો આરોપી ઉપર ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે






Latest News