મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો
મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
SHARE
મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં વેરાની વસુલાત માટે પહેલા નોટિસ અને પછી વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી કરીને સ્થાનિક લોકો આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાર કહ્યું હતું કે, હાલમાં વેરા વસૂલ માટે આડેધડ નોટિસો આપવામાં આવેલ છે જો કે, હજુ સુધી આ વિસ્તારમાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવેલ નથી જેથી પહેલા વાડી વિસ્તારમાં રહેતા લોકોને સુવિધા આપવામાં આવે ત્યાર બાદ લોકો વેરો ભરવા માટે તૈયાર છે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં વાડીઓ આવેલી છે અને તે વાડી વિસ્તારમાં સતવારા સમાજના લોકો રહે છે અને તેઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના માટે એક નહીં પરંતુ અનેક વખત મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તે હક્કિત છે તો પણ આ વિસ્તારમાં રહેતા લોકોને મહાપાલિકા દ્વારા પહેલા નોટિસ અને ત્યાર બાદ વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી સ્થાનિક લોકો કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ત્યારે જણાવ્યુ હતું કે, તેઓને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને વેરાની વતુલાત માટે નોટીસો આપવામાં આવી રહી છે જેથી પહેલા સુવિધા આપવામાં આવે ત્યાર બાદ વેરો ભરવા માટે સ્થાનિક લોકો તૈયાર છે તેવી લોકોએ ખાતરી આપેલ હતી અને હાલમાં આડેધડ વેરો વસૂલ કરવા માટે રકમ લખીને નોટિસો આપવામાં આવેલ છે જેથી તેમાં રાહત આપવાની માંગ કરી હતી ત્યારે કમિશનરે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા વ્યાજ માફી માટે સમયાંતરે યોજના બહાર પાડવામાં આવતી હોય છે તેવી જ રીતે આગામી સમયમાં મોરબીમાં વેરા માફી માટે કમિશનર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવી આવેદનપત્ર આપવા માટે આવેલા લોકોને બાહેધરી આપવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવે તો વેરો ભરવા માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી.