મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
ડ્રગ્સ ફ્રી કેમ્પસ: મોરબી NAUI દ્વારા OMVVIM કોલેજએમએ કાર્યક્રમ યોજાયો
SHARE
ડ્રગ્સ ફ્રી કેમ્પસ: મોરબી NAUI દ્વારા OMVVIM કોલેજએમએ કાર્યક્રમ યોજાયો
મોરબી એનએસયુઆઇ દ્વારા ઓમવીવીઆઅએમ કોલેજ ખાતેથી "ડ્રગ્સ ફ્રી કેમ્પસ" કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી ત્યારે શહેર કોંગ્રેસનાં પ્રમુખ, ગુજરાત એનએસયુઆઇના મહામંત્રી, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી, મોરબી જીલ્લા એનએસયુઆઇ સહિતના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.
ડ્રગ્સએ રાજકારણનો વિષય નથી પણ આ મુદ્દાને નાથવા માટે એનએસયુઆઇ દ્વારા આગળ આવી નવા વર્ષે ગુજરાત એનએસયુઆઈનો સંકલ્પ "ડ્રગ્સ મુક્ત કેમ્પસ" થકી ગુજરાત અને કોલેજમાં ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન ચાલુ કરી તમામ કેમ્પસના યુવાનો "હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં" તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી ત્યારે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં ૨૦ લાખ યુવાનો ડ્રગ્સ-દારૂનાં બંધાણી બન્યા છે જે ખુબ ચિંતાજનક છે.
ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટેનો મોરબી એનએસયુઆઇનો પ્રયાસ છે. જેમાં ૧૦૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા શપથ લઈને સમર્થન આપવામાં આવ્યું છે. જે બદલ તમામ વિધાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, ગુજરાત એનએસયુઆઇ ના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ડો.રૂકમુદિન માથકીયા, મોરબી જીલ્લા એનએસયુઆઇ ઉપપ્રમુખ રાજભાઈ ટુંડીયા સહિત હાજર રહ્યા હતા.