ટંકારાના નસીતપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત
હળવદના માનસર ગામ નજીક જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી ગુમ
SHARE
હળવદના માનસર ગામ નજીક જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી ગુમ
હળવદ તાલુકાના માનસર ગામ પાસે આવેલ જેટકોના 400 કેવી સબ સ્ટેશન ખાતે નોકરી કરતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી તેના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલ યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
ધાંગધ્રામાં આવેલ સોની તલાવડી વડવાળી શેરીમાં રહેતા નીતાબેન હસમુખભાઈ ચાવડા (40)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા (48) રહે. સોની તલાવડી વડવાળી શેરી ધાંગધ્રા વાળા ગત તા. 29/12 ના સાંજના 6:30 વાગ્યાથી ગુમ થયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના માનસર ગામે આવેલ જેટકોના 400 કેવી સબ સ્ટેશન ખાતે તેના પતિ ફરજ બજાવતા હતા અને ત્યાંથી તે ક્યાં ગયા છે તેનો કોઈ પતો નથી અને શોધવા છતાં કોઈ જગ્યાએથી તે મળી આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા જેટકોના કર્મચારીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે