મોરબીના વીસીપરા વિસ્તારમાં નવી પાણી પુરવઠા યોજનાનું કામ ચાલુ કરાયું
મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત
SHARE
મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત
મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતક માયાબેન 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યા બાદ આ આઠમી વખતે ગર્ભવતી થયા હતા.
મળતી માહિતી અનુસાર, મુળ થાનના માયાબેન સુરેશભાઈ મોરૂણીયા (40) હાલરહે.કુબેર ટોકીઝ પાછળ સોમેશ્વર રોડ મોરબી તા.7ના રોજ પોતાના ઘરે શ્વાસની બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, માયાબેનને ત્રણ માસનો ગર્ભ હતો.તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે.માયાબેનનું પિયર વડિયા ગામ છે. તેઓ બે ભાઈ અને છ બહેનોમાં વચેટ હતા. માયાબેનને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. સાત સંતાનો માતા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.મૃતક ગર્ભવતી હોવાના કારણે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ કરાઈ હતી









