શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો ૧૬ મો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ સમાજ એકતાનું ઉદાહરણ બન્યો
મોરબીના એડ.પી.આર.પરમાર તથા નિમેષભાઈ પી.અંતાણી રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે
SHARE
મોરબીના એડ.પી.આર.પરમાર તથા નિમેષભાઈ પી.અંતાણી રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે
મોરબી ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૬૦ થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ નબર એડવોકેટ પી.આર.પરમાર અને દ્વિતીય નંબરે નિમેષભાઈ પી.અંતાણી વિજેતા થયેલ હતા.જ્યારે ડબલ્સમાં પ્રથમ નંબરે એડવોકેટ પી.આર. પરમાર તથા નિમેષભાઈ પી. અંતાણીની જોડી વિજેતા બનેલ હતી.તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે અને તા.૯ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.આ તકે તેમના પરિવારજનો, મિત્રો અને વડીલોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી. #morbi