મોરબીમાં ધંધા માટે લીધેલા રૂપિયા ટાઈમે પરત ન આપી શકતા આધેડને ફોન ઉપર ધમકી
માળીયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત: એકને ઇજા
SHARE
માળીયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત: એકને ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નાના દહીસરા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ સામેથી ઇકો ગાડી પસાર થઈ હતી ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે ડ્રાઇવર સાઈડથી ઇકો ગાડીને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીના ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ઇકો ગાડીના ચાલકને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભ ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા (મી)ના ન્યુ નવલખી ગામે રહેતા હારુનભાઈ હાજીભાઈ જામ (19)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 4499 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી કામ સબબ પીપળીયા ચોકડી પાસે ગયો હતો અને ત્યાંથી તેને પરત ઘરે આવવું હતું ત્યારે તે વાહનની રાહ જોઈને પીપળીયા ચોકડી પાસે ઉભો હતો દરમિયાન તેનો મિત્ર રફીક દાઉદભાઈ જંગીયા (30) તેની ઇકો ગાડી નંબર જીજે 36 એપી 0287 લઈને ત્યાંથી નીકળ્યો હતો અને તે પોતાના ઘર તરફ ન્યુ નવલખી જઈ રહ્યો હતો જેથી ફરિયાદી તેની ઇકો ગાડીમાં બેસી ગયો હતો અને બંને નવલખી રોડ ઉપર થઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે નાના દહીસરા ગામના પાટીયા પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપ નજીક ટ્રક ટેલરના ચાલકે એકદમથી પોતાના ટ્રક ટ્રેલરનો વળાંક લેતા રફીકભાઈની ઇકો ગાડીને ડ્રાઇવર સાઇડથી હડફેટ લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં રફિકભાઈ અને ફરિયાદીને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને રફીકભાઈને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા રફીકભાઈનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માત મૃત્યુના બનાવમાં ફરિયાદ લેવાઈ
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ગત તા. 26/12 ના રાત્રિના પોણા દસ વાગ્યાના અરસામાં વાવડી રોડ ઉપર સમજુબા સોસાયટીમાં રહેતો સંદીપભાઈ મધુસુદનભાઈ જાની (34) નામનો યુવાન એકટીવા નંબર જીજે 36 એએસ 3919 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્પીડ બ્રેકર આવતા તેણે પોતાના એકટીવા અને બ્રેક કરી હતી અને ત્યારે એક્ટિવ સ્લીપ થઈ ગયું હોવાના કારણે યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્ની પૂજાબેન સંદીપભાઈ જાની (29) રહે. સમજુબા સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે