ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ
ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો
SHARE
ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો
ટંકારામાં મોચી બજાર વાળી શેરીમાંથી પ્રતિબંધિત ચાર ચાઈનીઝ ફીરકી સાથે એક શખ્સ પકડાયેલ છે જયારે વાંકાનેરના માટેલ રોડ ઉપર અમરધામ પાસેથી પ્રતિબંધિત એક ચાઈનીઝ ફીરકી સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે.
ટંકારામાં મોચી બજાર વાળી શેરીમાંથી પ્લાસ્ટિકનું ઝભલૂ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પ્રતિબંધિત ચાર ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની ફીરકીઓ કબજે કરી હતી અને આરોપી સિકંદરભાઈ હસનભાઈ મોઢિયા (37) રહે. મઢ વાળી શેરીમાં ટંકારા વાળાને પકડીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેરના માટેલ રોડ ઉપર અમરધામ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી એક ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે 100 રૂપિયાની કિંમતની ફીરકી કબજે કરી હતી અને આરોપી મનજીભાઈ જેસીંગભાઇ સરાવાડીયા (45) રહે. રામાપીરના મંદિર પાસે માટેલ વાળાની સામે કલેક્ટરના જાહેરનામા ભંગનો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.