ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ
SHARE
ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ
ટંકારા તાલુકાના લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ હોટલ સામે ઝૂપડા પાસે દારૂની રેડ કરી હતી ત્યારે રીક્ષામાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા મળીને 90,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગોકુલ હોટલ સામે રોડ ઉપર ઝૂપડા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે રિક્ષા નંબર જીજે 36 યુ 0890 માંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 40 હજાર રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો તથા 50 હજાર રૂપિયાની કિંમતની રીક્ષા કુલ મળીને 90 હજાર ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સ્થળ ઉપરથી નૂરમહમદભાઈ સુલેમાનભાઈ સમા (32) રહે. વીસીપરા ક્રિશ્ચિયનના બંગલા પાસે મોરબી, રહીમભાઈ ઇશાકભાઈ નોતીયાર (33) રહે. વીસીપરા કુલીનગર-2 મોરબી અને રાહુલભાઈ સુરાભાઈ વાઘેલા (24) રહે. લજાઈથી હડમતીયા રોડ ઉપર ઝૂપડામાં લજાઈ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં કરીમભાઈ જામ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય આ ચારેય શખ્સોની સામે ટંકાર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.