મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ સોસાયટીની પાછળ મેદાનમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો
SHARE
મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ સોસાયટીની પાછળ મેદાનમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર સોસાયટીની પાછળના ભાગમાં મેદાનમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ ત્યાં પહોચી હતી અને સ્થળ ઉપરથી મળી આવેલ આધેડની લાશને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં રહેતા મકવા રમજાનભાઈ અનવરભાઈ (27)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સાંજે જાણ કરી હતી કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ખુલ્લા મેદાનમાં અજાણ્યા 50 થી 55 વર્ષના પુરુષની લાશ પડી છે જેથી કરીને એ ડિવિઝન પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર આધેડનું કોઈ પણ કારણોસર મૃત્યુ નીપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની પોલીસે નોંધ કરીને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
હાર્ટ એટેકથી મોત
ટંકારા નજીક આવેલ લગધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ નામના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રંગલાલ રામપતી શર્મા (58) નામના આધેડ લેબર ક્વાર્ટરમાં સૂતા હતા દરમિયાન તેને હાર્ટ અટેક આવી જવાના કારણે તે આધેડનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રવિકુમાર સુદામા પાસવાન (27) રહે. હાલ બાલાજી પેક પ્લાસ્ટ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.