મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ
ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ: 2.84 લાખનો મુદામાલ કબ્જે
SHARE
ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ: 2.84 લાખનો મુદામાલ કબ્જે
ટંકારા શહેરમાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 83 ગ્રામ તથા 200 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા હાલમાં પોલીસે ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, એક ડિજિટલ વજન કાંટો આમ કુલ મળીને 2,84,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મોરબી જિલ્લા ટંકારા વિસ્તારમાં એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારામાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા હાર્દિક ભાડજાના રહેણાંક મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા હરિઓમ સોસાયટીમાં રહેતા હાર્દિક ભાડજાના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 83 ગ્રામ અને 200 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા એસઓજીની ટીમે 2,49,600 ની કિંમતનું ડ્રગ્સ તેમજ 30 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, એક ડિજિટલ વજન કાંટો આમ કુલ મળીને 2,84,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાર્દિક નરેન્દ્રભાઈ ભાડજા રહે. હરિઓમ સોસાયટી ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે