મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત: ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં ફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત મોરબીના જીંજુડા ગામે દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને સમજાવવા ગયેલ યુવાનનું ધોકો મારીને માથું ફોડી નાખ્યું મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ સોસાયટીની પાછળ મેદાનમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ: 2.84 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત


SHARE













દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો આ બનાવમાં યુવાન અને તેના પત્નીને ઇજાઓ થઈ હતી અને મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાને હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મૂળ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ બાફીટ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ ઉકાભાઇ રાઠોડ (48)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 1 જીડી 3745 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે13 બીસી 3612 લઈને તેના પત્ની નિર્મળાબેન રાઠોડને બાઈકમાં સાથે બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ ફરિયાદી તથા તેના પત્ની બંને રસ્તા ઉપર નીચે પટકાયા હતા જે બનાવમાં ફરિયાદીના પત્ની નિર્મળાબેન ટ્રક ટ્રેલરના ટાયર નીચે આવી ગયા હતા જેથી તેને ગંભીર ઇજા થતાં 108 મારફતે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. અને ફરિયાદીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છેકે, યુવાન અને તેના પત્ની બને ગેસનો બાટલો ભરાવવા માટે મકનસર ગામે આવ્યા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત નિપજતા દંપતી ખંડિત થયું છે.

પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી સાથે પકડાયો

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રોડ ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બે પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે ₹200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પરવેશભાઈ અબ્દુલભાઈ વકાલીયા (38) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળાને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News