હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ
SHARE
હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ
હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસેથી પસાર થતી કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલ પેટ્રોલ પંપ નજીક થાંભલા સાથે અથડાઇને પલટી મારી ગઈ હતી જે બનાવમાં કાર ચાલકને ઈજા થયેલ છે.
ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારના ચાલકે તેનૂ કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલ પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઈ હતી અને થાંભલો તૂટી પડ્યો હતો અને કાર પેટ્રોલ પંપ પાસે પલટી મારી ગઈ હતી અને અકસ્માતમાં આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિને ઈજા થયેલ છે જેથી તેને સારવારેાં ખસેડવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટનાઓનો સીસીટીવી કેમેરા નો વિડીયો હાલમાં સોશલ મિડિયામાં વાયરલ થયો છે
600 લિટર આથો મળી ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામે ટીટોડી વાંઢ વિસ્તારમાં બાવળની કાંટમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 15 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાકભાઈ અકબરભાઈ જામ રહે. માળિયા મીયાણા વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દુકાનદાર સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે આવેલ સહયોગ હોટલ નજીક એ.આર.કોમ્પલેક્ષમાં છ દુકાનો આવેલ છે તે પૈકીની દુકાન નંબર 4 અને 5 બંને ભાડે આપવામાં આવી હતી અને ભાડા કરાર વગર દુકાનો ભાડે આપેલ હતી જેથી કલેકટરના જાહેરનામાના ભંગ સબબ દુકાનના માલિક કાસમભાઇ અહમદભાઈ બાદી (62) રહે. મહીકા તાલુકો વાંકાનેર વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.