Morbi Today
મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ
SHARE
મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે ૧૯ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આયુર્વેદિક ઉકાળો બનાવવામાં આવ્યો હતો જે સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના ૬/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓને પાવામાં આવે છે. આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં પુજારી પિન્ટુગિરી મહારાજ અને તેમના ધર્મપત્ની અવિરત સેવા હતી આ ઉકાળો પાવાની શુભ શરૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટી.સી.ફુલતરિયા અને લાયન સભ્યોના હસ્તે કરવામાં આવી હતી અને સતત આઠ દિવસ સુધી આશરે ૧૧૦૦ વ્યક્તિઓને ઉકાળો આપવામાં આવેલ હતો.









