મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ


SHARE













વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ

વાંકાનેર નજીક સિરામિક કારખાનામાં મજૂરનો કોન્ટ્રાક્ટ રાખીને અગાઉ કામ કરતા કોન્ટ્રાકટરને રૂપિયા લેવાના બાકી હતા જેથી મજૂરી કામના રૂપિયા માટે કારખાનેદારના વર્કિંગ પાર્ટનરને ફોન કર્યો હતો ત્યારે તેણે રૂપિયાના બદલામાં કારખાનેથી સામાન ભરી લેજો તેવું કહ્યું હતું જેથી પૂર્વ કોન્ટ્રાક્ટર સહિતના 10 થી વધુ શખ્સો બળજબરીપૂર્વક કારખાનામાં આવ્યા હતા અને કારખાનાની મશીનરીમાં તોડફોડ કરીને કેટલોક સામાન આઇસરમાં ભરવામાં આવ્યો હતો.જે બનાવમાં કારખાનામાં મશીનરીમાં તોડફોડ કરીને 75 લાખનું નુકસાન કર્યું હોવાની પૂર્વ કોન્ટ્રાક્ટર સહિત કુલ 12 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ છે. જે ગુનામાં પોલીસે 10 આરોપીને ઝડપી લીધા છે.

વાંકાનેર નજીક આવેલ કૃશો ગ્રેનેટો પ્રા. લિ. નામના કારખાનું વઘાસિયા ગામ પાસે આવેલ છે અને તેના માલિકીના કારખાનું તેના વર્કિંગ પાર્ટનર આનંદભાઈ કૈલા ચલાવવા માટે આપ્યું હતું અને ત્યાં આરોપી ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ કોન્ટ્રાકટર તરીકે મજૂરોને રાખીને કામ કરતાં હતા અને તેઓને આનંદભાઈ કૈલા પાસેથી રૂપિયા લેવા ન હતા જો કે, તેને રૂપિયા આપેલ ન હતા અને કારખાનેથી માલ સમાન ભરી જાઓ તેવો જવાબ આપેલ હતો. જેથી આરોપીઓ ત્યાં આવ્યા હતા અને કારખાનામાં મશીનરીમાં તોડફોડ કરી હતી અને સામાન વાહનમાં ભરી લીધો હતો જે બનાવની મોરબીમાં આવેલ મેઘધનુષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 માં રહેતા આનંદભાઈ રમેશભાઈ વાઘડિયાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ અને આનંદભાઈ કૈલા તથા 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી

આ બનાવમાં કારખાનાના વર્કિંગ પાર્ટનર આનંદભાઈ કૈલા કૃશો ગ્રેનેટો પ્રા.લિ. કારખાનામાં અગાઉ મજૂરનો કોન્ટ્રાક્ટ ભીષ્મ પાંડેને આપેલ હતો જેને રૂપિયા લેવાના બાકી હતી જેથી તે પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ અને તેના માણસોને લઈને કારખાને આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ ધમકી આપી હતી અને કારખાનામાં ઘૂસીને મશીનરીમાં તોડફોડ કરીને વાયર સહિતનો મુદામાલ આઇસર ગાડી નંબર જીજે 23 વાય 7412 માં ભર્યો હતો. જે બનાવની વાંકાનેર પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં આવી હતી અને આઇસર ભરેલ માલ ત્યાં ખાલી કરાવ્યો હતો જો કે, કારખાનાના પ્રેસ વિભાગની પેનલમાં તોડફોડ, કિલનમાં કોપર વાયર અને કંટ્રોલના વાયર કાપી નાખીને નુકસાન, ગ્લેઝ ચડાવવાના ત્રણ યુનિટમાં તોડફોડ કરીને નુકશાન, સાઇઝિંગના મશીનમાં અને ગ્લેઝ લાઈનમાં પણ નુકસાની કરવામાં આવી હતી આમ કુલ મળીને 75 લાખનું નુકસાન કારખાનાના જુદા જુદા વિભાગમાં કરવામાં આવ્યું છે.

આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી ભીષ્મ રાજવલ્લી પાંડે 38 રહે. વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી, પ્રકાશભાઈ કાનાભાઈ સરૈયા 32 રહે. ભરવાડ પરા શેરી વાંકાનેર, હીરાલાલભાઈ જગદીશભાઈ પરમાર 34 રહે. લગધીરપુર મોરબી, માંગીરામ જયપાલ પંધાલ 39 રહે. શુભ સીરામીક લખધીરપુર રોડ મોરબી, ચંદ્રભૂષણ બચુભાઈ જેસ્વાલ 28 રહે.ગોકુલ નગર  મકનસર, સદ્દામભાઈ અયુબભાઈ શાહમદાર 26 રહે. વાંકાનેર, અકબરભાઈ સલીમભાઈ શાહમદાર 31 રહે. વાંકાનેર કામિલસા ઉર્ફે કાળુભાઈ અબ્દુલકરીમ બાવના 27 રહે વાંકાનેર શશીપ્રકાશસંઘ દશરથસિંહ 31 રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી અને સોમુકુમાર વિરેન્દ્રરામ 19 રહે હાલ કેડા સીરામીક પાનેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News