મોરબીમાં ઘરના બાથરૂમમાંથી બિયરના 60 ટીન સાથે એકની ધરપકડ: રાજકોટના શખ્સની શોધખોળ મોરબીમાં લેઝર લાઇટનો શેરડો મારવાની વાતમાં બે જૂથ વચ્ચે મારામારી, ધોકા-પાઇપ ઉડ્યા મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું મોરબીમાં આધાર કાર્ડની સરકારી કિટનો ઉપયોગ કરીને અરજદારોને લૂંટવાના ગુનામાં યુવતી સહિત વધુ બેની ધરપકડ મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ-નીલકંઠ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતા માટે અનોખો પ્રયાસ યે અંદર કી બાત હૈ: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે બક્ષિપંચ-પાટીદાર વચ્ચે કાંટેકી ટક્કર, લોબિંગ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર


SHARE















મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર

મોરબીમાંથી પગેરૂ નિકળયા બાદ રાજ્યભરમાંથી નકલી રેમડેસીવીર ઇજકેશનો સાથે ૩૦ જેટલા આરોપીઓ પકડાયા હતા.જે પૈકી છ આરોપીઓએ કોર્ટમાં જામીન મુકત થવા કરેલ અરજી કોર્ટે ફગવી દીધી છે.

કોરોના મહામારીમાં પણ અનૈતિક પૈસો કમાઇ લેવાની લાલચે કોરોનાના દર્દીઓને નકલી રેમડીસીવર ઇન્જેકસનો ધાબડી દેવામાં આવતા હતા જે કૌભાંડમાં મોરબી એસઓજીએ આજે બે મળીને હાલ સુધીમાં કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ૩,૫૬૨ જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન, રોકડા રૂ.૧.૪૨ કરોડ મળીને કુલ રૂા.૩.૩૮ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પકડાયેલા પૈકી કુલ છ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધેલ છે.

મોરબી એસઓજીએ મોરબીમાંથી નકલી રેમડેસીવિર ઇજકેશનો સાથે બેને પકડયા હતા બાદમાં રાજ્ય વ્યાપી કૌભાંડ સામે આવતા ૩૩ જેટલા ઇસમોની સંડોવણી સામે આવી હતી જે પૈકી આજે વધુ બે સાથે કુલ ૩૦ ને દૂોચી લેવાયા છે. પકડાયેલા પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. તેમજ એક આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આથી આ તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.પોલીસના જણાવ્યા મુજબ મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ધુનડા રોડને ત્યાં પોલીસે ડમી ગ્રાહક મોકલતા ૪૧ જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા ૧.૮૦ લાખ સાથે રાહુલને પકડીને તપાસ કરાતા રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડયુ હતુ. કૌભાંડમાં ઝડપાયેલા સૌપ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓ પૈકીના રમીઝ સૈયદ હુશેન કાદરી રહે.અમદાવાદ જુહાપુરા, હસન અસલમ સુરતી રહે.સામરોદ તા.ચોર્યાસી જી.સુરત, ફહીમ ઉર્ફે ફઇમ મહમદહારૂનભાઇ મેમણ રહે.અમદાવાદ વેજલપુર, રાજેશભાઇ ધીરૂભાઇ કથીરીયા રહે.નાના વરાછા સુરત, રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ઘુનડા રોડ મોરબીએ તથા મનસુર મેહમુદ ચૌહાણ રહે.વેજલપુર અમદાવાદ વાળાઓની જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News