મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન
ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ
SHARE
ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેવજીભાઈ પડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ કર્મનો સિદ્ધાંત, રાષ્ટ્રપ્રેમ તથા બાળકોમાં સંસ્કારનું સિંચન જેવા વિષયો પર પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરી હતી, ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સાંપ્રત સમયમાં સંગઠન જરૂરિયાત, કાર્યકર્તાઓની સંગઠન પ્રત્યે પ્રીતિબદ્ધતા અને કટિબદ્ધતા વિશે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ તીર્થરૂપ શાળા જેની 17 રાજ્યોના પ્રતિનિધિઓ શાળાની મુલાકાત લઈ ગયા છે એ વાઘગઢના શાળાના કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ આચાર્ય રમણિકભાઈ વડાવીયાએ સમાજની શિક્ષકો પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિશે વાત કરી અને પોતાની શાળા અને ગામનો કેવો અતૂટ સેતુ છે? એ જણાવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









