મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
હળવદના રણમલપુર ગામે સગીરાને તેના પિતાએ ઘરકામ-ખેતીકામ માટે ઠપકો આપતા ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
હળવદના રણમલપુર ગામે સગીરાને તેના પિતાએ ઘરકામ-ખેતીકામ માટે ઠપકો આપતા ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીને તેના પિતાએ ઘર કામ અને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સગીરાએ ઝેરી દવા પી લીધી હતી અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રાધા પાર્કમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો
મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ભરતભાઈ થડોદાની વાડીએ રહેતા રમેશભાઈ વેલીયાભાઈ નાયકની 17 વર્ષની દીકરી અમિષા ઉર્ફે વર્ષા રમેશભાઈ નાયકએ ગત તા 31/12 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ન હતી જેથી તેના પિતાએ ઘરકામ અને ખેતીકામ કરવાનું કહીને ઠપકો આપ્યો હતો જોકે તેને ઘરકામ કે ખેતીકામ કરવું ગમતું ન હતું જેથી ગુસ્સામાં આવીને તેણે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રાધા પાર્ક 2 માં રહેતા પ્રિન્સ અમિતભાઈ પરમાર (18)એ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે