હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
SHARE
હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
હળવદના જુના ઘાટીલા ગામે સીમ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની પત્ની રીસામણે જતી રહી હતી જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે ગામની સીમમાંથી પસાર થતી પાણીની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક યુવાનના માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી શૈલેષભાઈ સવજીભાઈ બારૈયા (32) નવા ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી પાણીની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે મૃતક યુવાનના માતા સુમિત્રાબેન સવજીભાઈ બારૈયા (58) રહે. હાલ જુના ઘાટીલા ગામ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની પત્ની રીસામણે જતી રહેલ હોય જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે ટીકર ગામની સીમમાં આવેલ પાણીની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ આધેડનું મોત
મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક આવેલની નિયોલેક્ષ સેનેટરી નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામનિવાસ આનંદી સિંગ (56) નામના આધેડ લેબર ક્વાર્ટર ની અંદર હતા ત્યારે અચાનક તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.