મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ
SHARE
મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ
મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે વરના ગાડીના ચાલકે તેનો ઓવરટેક કર્યા બાદ બાઇક ચાલકને બાઇક સાઈડમાં ચલાવવા બાબતે ગાળો આપી હતી અને ફડાકો માર્યો હતો ત્યારબાદ અન્ય ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને આજે તો તું બચી ગયો છું બીજી વાર ભેગો થયો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી યુવાનને આપવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં વિદ્યુતનગર પાછળ આવેલ વિક્રમ વાડી વોડાફોનના ટાવર પાસે રહેતા મુકેશભાઈ ગોગજીભાઈ સુરેલા (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અહેમદ અનવરભાઈ માલાણી, મિતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, ઋતિકભાઈ રમેશભાઈ સનુરા રહે. ચારેય કાંતિનગર મોરબી તથા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં કુળદેવી પાન થી સર્કિટ હાઉસ વચ્ચે આવતા વળાંક પાસેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે આરોપી અહેમદ માલાણી અને મિતુલભાઈ સનુરા વરના કાર નંબર જીજે 1 ડબલ્યુ એમ 0004 લઈને આવ્યા હતા અને બાઈકની સાઈડ કાપીને બાઈક ચલાવવા બાબતે ફરિયાદીને ગાળો આપી હતી અને અહેમદ એ ફરિયાદીને ફડાકો માર્યો હતો અને તેના ભાઈને ફોન કરીને બોલાવતા વસીમ સહિતના ચાર શખ્સો ક્રેટા ગાડીમાં ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જતા જતા કહ્યું હતું કે આજે તો તું બચી ગયો છો બીજી વાર ભેગો થયો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે