મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
હળવદના ખોડ ગામે રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને તે જ ગામમાં રહેતા ચાર સગા ભાઈઓએ ધોકા વડે અને છૂટા પથ્થરના ઘા કરીને માર માર્યો હતો તથા હાથમાં લોખંડના ધારિયા લાવીને ગાળો આપીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા ભુરાભાઈ માંડણભાઈ આલ (35) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ કરસનભાઈ ગઢવી, રાજેશભાઈ કરસનભાઈ ગઢવી, ભરતભાઈ કરસનભાઈ ગઢવી અને કુકાભાઈ કરસનભાઈ ગઢવી રહે. ચારેય ખોડ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ સાથે ફરિયાદીને અગાઉ માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને લાલાભાઇએ લાકડી વડે માર માર્યો હતો અને રાજેશભાઈએ પથ્થરના છુટા ઘા કરીને ઈજા કરી હતી તથા ભરતભાઈ અને કુકાભાઈએ હાથમાં લોખંડના ધારિયા લઈને આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
પ્રતિબંધિત બે ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો
મોરબીમાં રવાપર રોડ ઉપર ભવાની સોડા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બે પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 1200 રૂપિયાની કિંમતની ચાઈનીઝ ફિરકી કબજે કરી હતી અને આરોપી ચિરાગભાઈ કાંતિભાઈ ધોળું (24) રહે. નવા ઘનશ્યામ ગઢ તાલુકો હળવદ વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી