કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને હળવદના ચુપણી ગામે યુવાન સાથે 3 વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે કૌટુંબિક ભાઈઓનો હુમલો
SHARE
કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને હળવદના ચુપણી ગામે યુવાન સાથે 3 વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે કૌટુંબિક ભાઈઓનો હુમલો
હળવદના ચુપણી ગામે દેવીપુજક વાસમાં રહેતા યુવાનને તેના કાકા સાથે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને તેના ત્રણ કૌટુંબિક ભાઈ લાકડાના ધોકા લઈને યુવાનના ઘર પાસે આવ્યા હતા અને કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો તથા ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને ડાબા ગાલ ઉપર છરી વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનોએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો સવાભાઈ વાઘેલા (21)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાજીભાઈ જલાભાઇ વાઘેલા, વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા, કિશનભાઇ જલાભાઈ વાઘેલા રહે. બધા ચુપણી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી સાથે તેના અને આરોપીના કાકાને બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે દાજીભાઈએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા ગાલમાં ઇજા કરી હતી જ્યારે ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સંજયભાઈ અને વિઠ્ઠલભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.