ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી
મોરબીના વાવડી રોડ ઉપર પતંગના સ્ટોલ પાસે અપશબ્દો બોલવા બાબતે સામસામે મારામારી, મહિલા સહિત 7 જેટલા લોકોને ઇજા: હવે બંને પક્ષેથી ફરિયાદ
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર પતંગના સ્ટોલ પાસે અપશબ્દો બોલવા બાબતે સામસામે મારામારી, મહિલા સહિત 7 જેટલા લોકોને ઇજા: હવે બંને પક્ષેથી ફરિયાદ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ પાસે અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી અને મારામારીના આ બનાવમાં મહિલા સહિત બંને પક્ષેથી કુલ મળીને 7 વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વજેપર શેરી નં. 13 માં રહેતા હાર્દિકભાઈ પ્રવીણભાઈ કંઝારીયા (23)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોગેશભાઈ રહે. મોરબી તથા બે અજાણ્યા માણસો સહિત કુલ ત્રણ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરના નાકા પાસે આરોપીઓ ફરિયાદીના માસીના ઘરની બાજુના કોમ્પ્લેક્સની છત ઉપર અપશબ્દો બોલતા હતા જેને અપશબ્દો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશભાઈએ જયેશભાઈને ધોકા વડે મારમાર્યો હતો અને અજાણ્યા શખ્સોએ ફરિયાદીને માથા અને નાક ઉપર માર માર્યો હતો. જ્યારે જયંતિભાઈને અજાણ્યા શખ્સે ડાબા પગે કોસનો ઘા મારીને ઇજા કરી હતી અને સોનલબેનને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ મહિલા સહિતના ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જ્યારે સામાપક્ષેથી મોરબીના નાની વાવડી રોડ ઉપર બાયપાસ ચોકડીની બાજુમાં જેપૂરીયાની વાડીમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ પરમાર (25)એ જયંતીભાઈ ઉર્ફે લાલો, હાર્દિકભાઈ, જયેશભાઈ અને સોનલબેન રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાવડી રોડ ઉપર ગણેશનગરના નાકા પાસે ફરિયાદીએ પતંગનો સ્ટોલ કર્યો હતો ત્યાં આરોપીઓ સ્ટોલ ઉપર જઈને અપશબ્દો બોલ્યા હતા અને સ્ટોલ બંધ કરવાની ધમકી આપતા હતા ત્યાર બાદ ફરિયાદી અને સાહેદોને ધોકા તથા પથ્થરના છૂટા ઘા કરીને તેમજ છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ ફરિયાદી તથા સાહેદોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.