માળીયા (મી)ના વાધરવા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
હળવદના કડિયાણા ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત
SHARE
હળવદના કડિયાણા ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત
હળવદના કડિયાણા ગામે રહેતા યુવાનને એકાદ વર્ષની લીવરની તકલીફ હતી જેનાથી કંટાળીને યુવાનને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના નવા કડિયાણા ગામે રહેતા જાદવજીભાઈ કાનજીભાઈ વઢરેકીયા (47)ને છેલ્લા એકાદ વર્ષથી લીવરની તકલીફ હતી જેનાથી કંટાળીને તેને પોતાને મનોમન લાગી આવતા પોતાની જાતે પોતાના ઘરે ગત તા. 6/1 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થવાને કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરા અંકિતભાઈ જાદવજીભાઈ વઢરેકિયા રહે. નવા કડિયાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ થતાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ પાસે બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં રાજેશ છટુરામ (17) રહે. હાલ ભગવતીપરા વાવડી રોડ મોરબી તથા પ્રમોદ હનુમાનભાઈ પટેલ (26) રહે. હાલ ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મહિલાને છરી મારી
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ બાલાજી ડેરી પાસે રહેતા હાલુબેન વનરાજભાઈ (32) નામની મહિલા ઉપર કોઈ અજાણ્યા શખ્સે છરીથી હુમલો કર્યો હતો અને ગાલના ભાગે ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.