હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE









માળીયા (મી)ના વાધરવા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના પાટીયા પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સીમપોલો નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા આકાશ પ્રશાંતભાઈ કુશાન (24) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

જીલ્લામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં પણ ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલ ઇડન પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવેલ ન હતા જેથી હાલમાં કારખાનેદાર દેવરાજભાઈ બચુભાઈ ગાંભવા (49) રહે. સાધુવાસવાણી રોડ સરિતા પાર્ક શુભ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 102 રાજકોટ વાળાની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News