મોરબીમાં એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર દેવાયું
માળીયામાં નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવું કે.ડી.બાવરવાની માંગ
SHARE









ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ, ભૂકંપ પહેલા તાલુકા કક્ષાના આ સેન્ટરમાં બસ સ્ટેન્ડની સુવિધા હતા જો કે, તે બસ સ્ટેન્ડ તૂટી ગયા પછી હજુ સુધી સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ નથી
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ અગાઉ પણ માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવા માટે રજૂઆત કરી હતી અને માળિયા (મી.) ખાતે મોટું બસસ્ટેશન હતું જેનું નિર્માણ ૧૯૮૦ માં કરવામાં આવેલ હતું. પરંતુ ૨૦૦૧ માં આવેલ ભયાનક ભૂકંપમાં આ બસસ્ટેશન સંપૂર્ણ નાશ પામેલ હતું ત્યાર બાદ આજ સુધી માળિયા મીયાણા ખાતે બસસ્ટેશન બનાવવામાં આવેલ નથી. ત્યારે મળિયા(મી.)એ તાલુકા મથક છે અને તાલુકા લેવલની ઘણી કચેરીઓ તેમજ કોર્ટ માળિયા (મી.)માં આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. ત્યારે મળીયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં વધારો થાય તેમ છે માટે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે
