મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ


SHARE







મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ

મોરબીમાં 2017 થી કાર્યરત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડની અછત સર્જાતા હોસ્પિટલ તંત્ર દ્વારા સંસ્થાને મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિની ગંભીરતા સમજી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તરત જ પોતાના 30 જેટલા સભ્યોને હોસ્પિટલ ખાતે મોકલીને ઇમરજન્સી બ્લડની જરૂરિયાત સમયસર પૂર્ણ કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરિવારજનો તથા હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ સભ્યો તથા યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” ના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમા ઇમરજન્સી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા બની રહી છે ત્યારે  યુવા શક્તિ ફાઉન્ડેશન સમાજના દરેક નાગરિકને આ માનવતાભર્યા અભિયાનમાં જોડાવા આમંત્રિત કરે છે. અને કોઈપણ બ્લડની તાત્કાલિક જરૂરિયાત માટે અથવા બ્લડ ડોનેટર તરીકે જોડાવવા માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જાણવામાં આવ્યું છે.




Latest News