મોરબીમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલ બે શખ્સ જેલ હવાલે: આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને પકડવા માટે તજવીજ શરૂ
SHARE
મોરબીમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલ બે શખ્સ જેલ હવાલે: આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને પકડવા માટે તજવીજ શરૂ
મોરબીમાં રહેતા અને ગેરેજમાં કામ કરતાં બે શખસોના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ 3.49 કરોડ જેટલી રકમ માત્ર 94 દિવસમાં જામ થઈ હતી અને તે રકમને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી દરમ્યાન બેન્ક એકાઉન્ટ ધારક સહિત 3 શખ્સોની સામે રાજસ્થાન અને ગુજરાતમાં જુદી જુદી બે ફરિયાદો સાયબર ફ્રોડની નોંધાયેલ હતી જે ગુનામાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વઘોરા ભાવેશભાઈ હરેશભાઈ, ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા અને નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા રહે. બધા મોરબી તથા તપાસમાં ખુલે તેની સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો જેમાં જણાવ્યુ હતું કે, આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાએ તેના મળતીયાઓ સાથે મળીને રાજ્યના અલગ અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી અને સાયબર ફ્રોડ કરી મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને વઘોરા ભાવેશભાઈ અને ચાવડા જીતેન્દ્રભાઈને કમીશન એજન્ટ બનાવ્યા હતા અને તે બંને કમિશન પેટે 15,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને બેંક એકાઉન્ટ નંબર 40714700000550 માં તા. 23/2/2026 થી 2/6/2026 સુધીના સમયગાળામાં એટ્લે કે 94 દિવસમાં 3,49,61,073 જેટલી મતદાર રકમ મેળવી લીધી હતી અને તેને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી આ બાબતે સમન્વય તથા એનસીસીઆરપી પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં બે ફરિયાદ નોંધાય છે જેમાં છેલ્લે 74 હજારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી આ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
આ ગુનામાં પીએસઆઈ વાય.પી.વ્યાસ અને તેઓની ટિમ દ્વારા આરોપી વઘોરા ભાવેશ ઉર્ફે કાનો હરેશભાઈ રહે. સનરાજ પાર્ક વિજયનગર રોડ મોરબી તથા ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હીતો દિનેશભાઈ ચાવડા રહે. ડો. બાબા સાહેબના સ્ટેચ્યુની બાજુમાં રોહીદાસ પરા શેરી નં.1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે વધુમાં મળતી માહિતી મુજબ આરોપી જીતેન્દ્રભાઈ ચાવડા આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મંદિરે મળ્યો હતો ત્યાર બાદ તે બંને સંપર્કમાં આવ્યા હતા અને જીતેન્દ્રભાઈ ચાવડાએ આરોપી વઘોરા ભાવેશનું બેન્ક એકાઉન્ટ મેળવીને નિલેશભાઈ કાસુન્દ્રાએ આપ્યું હતું જો કે, હવે નિલેશભાઈ કાસુન્દ્રા પકડાઈ ત્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓના નામ સામે આવશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.