અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરીને 4 શખ્સો જપ્ત કરેલા વાહનોમાંથી ટ્રેક્ટર લોડર લઈને ભાગી ગયા ! તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં આવેલ વાંકાનેરના યુવાનના ભાઈએ અગાઉ કરેલ ફરિયાદ અને રજૂઆતનો ખાર રાખીને બે શખ્સ દ્વારા કાર ઉપર આગળના ભાગે લોખંડના પાઇપ મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો તેમજ યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આંબેડકર નગર શેરી નં. 2 માં રહેતા અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા (33)એ રોહિતભાઈ ગીરીશભાઈ ચાવડા રહે. મહીકા અને અનુભાઈ દેવશીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પ્રેમજીનગરના આવળા પાસે પોતાની કાર નંબર જીજે 36 એપી 1927 લઈને જતો હતો ત્યારે બંને આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની કારમાં ડ્રાઇવર સાઈડના કાચમાં પાઇપ માર્યા હતા જેથી કરીને કારનો આગળનો કાચ તૂટી ગયો હતો આટલું જ નહીં ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપી રોહીત ચાવડા મૂળ મહિકાનો રહેવાસી છે અને વાંકાનેરના આંબેડકર વિસ્તારમાં આવીને લોકોને હેરાન કરતો હોવા અંગેની અગાઉ પોલીસમાં રજૂઆત અને ફરિયાદ તેઓના ભાઈ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ હાલમાં કારમાં તોડફોડ કરીને હાલના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.




Latest News