મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ દરમિયાન લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ની પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.

આ જાહેરનામા અનુસાર, તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન નિયત થયેલા પરીક્ષાના દિવસોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ સિવાય અન્ય બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્યમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પરીક્ષાર્થીઓની એકાગ્રતા જળવાય તે માટે લાઉડ સ્પીકર કે અન્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનોના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે તથા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોપી કરવાના ઈરાદાથી કરવામાં આવતા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ આ આદેશો પરીક્ષાના તમામ દિવસોએ સવારના પરીક્ષા શરૂ થવાના સમયથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે.






Latest News