હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરમાં મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 29,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગફુરભાઈ ઇસ્માઈલભાઈ મોવર (50), બિલાલભાઈ વલીમહમદભાઈ આંબલીયા (36), શબ્બીરભાઈ હાસમભાઇ કટિયા (31), અનવરભાઈ દાઉદભાઈ બાબરીયા (55), મોઈન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા (55), રસુલભાઈ રહીમભાઈ મોવર (30) અને આસમભાઈ દોસમામદભાઈ મોવર (30) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 29,000 રૂપિયા ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક નજીક ગોળાઈમાંથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો બનાવમાં હળવદિયા મોહન ભરતભાઈ (13) નામના બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા પ્રવીણભાઈ સારેસાનો છ વર્ષનો દીકરો અંશ તેના ઘરે હતો ત્યારે ભૂલથી થીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News