મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં હળવદના નવા દેવળિયા અને ટંકારાના વિરપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઈતિહાસ: ૧ લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનશે મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા પાસે બાઈકનો ઓવરટેક કરનાર કાર ચાલક યુવાનને પાઇપ વડે માર માર્યો


SHARE









હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતો યુવાન પોતાની કાર લઇને દેવળિયા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને બાઈકને ઓવરટેક મારતા બાઇકચાલકને તે વાત સારી નહી લાગતા તેણે લોખંડના પાઇપ વડે યુવનને માથા અને હાથ ભાગે માર મારેલ હતો જેથી યુવાનને સારવાર માટે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કમલેશભાઈ બાબુભાઈ થોરકડીયા (૨૮) પોતાની કાર નંબર જીજે ૩૬ વી ૯૪૮૨ લઈને દેવળિયા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે સુરવદર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ ધામેચાના બાઈકનો ઓવરટેક કર્યો હતો જેથી કરીને તે બાબતનો તેને સારું નહીં લાગતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાન કમલેશભાઈને હાથે અને માથાના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ તેણે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ ધામેચાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News