મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોના કાળમાં ૫૩૬૮૭ લોકો માસ્ક વગર પોલીસની ઝપટે ચડ્યા


SHARE

















કોરોનાને રોકવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવેલ  છે તો પણ ઘણા લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આવા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો કોરોના કાળ દરમ્યાન અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા ૫૩૬૮૭ લોકો પોલીસની ઝ્પટે ચડી ગયા છે અને ૩.૬૯ કરોડ રૂપિયાનો દંડ મોરબીના લોકોએ પોલીસની તિજોરીમાં જમા કરાવ્યો છે

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતો સાથે એક પછી એક ધંધાને શરૂ કરવા માટેની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે ત્યારે લોકો પોતાની  અને અન્ય લોકોની  સલામતી રાખવાના બદલે બેદરકારી રાખે છે જેથી કરીને આવા લોકોને દંડ કરવામાં આવે છે છેલ્લે કોર્ટ દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી ૧૦૦૦ નો દંડ લેવા માટે કહેવામા આવ્યું હતું જેથી કરીને હાલમાં પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી ૧૦૦૦ દંડ લેવામાં આવે છે જો કે, કોરોના કાળમાં મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા જાહેર સ્થળો પર, વાહન ચલાવતી વખતે, ઓફિસ કે ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરવાનું છે તો પણ માસ્ક વગર બહાર નીકળ્યા હોય તેવા ૫૩૬૮૭ લોકો પાસેથી પોલીસ દ્વારા ૩.૬૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને આજ સુધીમાં પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો ભંગ, પેસેન્જર વાહનોમાં વધુ લોકો બેસાડવા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ વિગેરેના કુલ મળીને ૩૧૨૮ લોકોની સામે ગુના નોંધવામાં આવેલ  છે આટલું જ નહીં પોલીસ દ્વારા કોરોના કાળમાં અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપવામાં આવી છે તેમજ ચાલીને જતા મજૂરોને આશરો અને બાળકોને ફૂડ પેકેટ તેમજ પાણી આપવાની કામગીરી કરી હતી અને જિલ્લામાં લોક ભાગીદારીથી ૪૦૫૭૩ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે 




Latest News