મોરબીના બેલથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો. વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા પાસે બાઈકનો ઓવરટેક કરનાર કાર ચાલક યુવાનને પાઇપ વડે માર માર્યો


SHARE













હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતો યુવાન પોતાની કાર લઇને દેવળિયા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને બાઈકને ઓવરટેક મારતા બાઇકચાલકને તે વાત સારી નહી લાગતા તેણે લોખંડના પાઇપ વડે યુવનને માથા અને હાથ ભાગે માર મારેલ હતો જેથી યુવાનને સારવાર માટે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કમલેશભાઈ બાબુભાઈ થોરકડીયા (૨૮) પોતાની કાર નંબર જીજે ૩૬ વી ૯૪૮૨ લઈને દેવળિયા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે સુરવદર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ ધામેચાના બાઈકનો ઓવરટેક કર્યો હતો જેથી કરીને તે બાબતનો તેને સારું નહીં લાગતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાન કમલેશભાઈને હાથે અને માથાના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ તેણે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ ધામેચાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News