મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન ચાલકો પાસે દંડ વસૂલતી પોલીસને સાપ્તાહિક બજાર કેમ દેખાતી નથી ?


SHARE











કોરોનાના કેસ ઘટી ગયા છે જો કે, દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો નથી ત્યારે પોલીસ દ્વારા સરકારની કોરોના ગાઈડ લાઇનના ચુસ્ત અમલ માટે વાહન ચાલકો પાસેથી ધડોધડ દંડ લેવામાં આવે છે જો કે, મોરબી જીલ્લામાં સાપ્તાહિક બજારમાં સરકારની કોરોના ગાઈડ લાઇનનો ઉલાળ્યો થતો હોય છે તેની સામે કેમ ધ્યાન આપવામાં આવતું નથી ટે પ્રશ્ન છે આજે મોરબીના પાડપૂલ નીચે રવિવારી બજાર ભરાઈ છે અને હજુ સરકારે સાપ્તાહિક બજાર શરૂ કરવા માટેની છૂટ આપી નથી તો પણ મોરબીમાં સાપ્તાહિક બજાર ધમધમવા લાગી છે અને તંત્ર નિંદ્રાધીન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આટલું જ નહીં ત્યાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ છેદ ઊડી ગયો છે અને બજારમાં જે લોકો ખરીદી કરવા માટે આવે છે તેમાથી મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ સાપ્તાહિક બજારમાં ખરીદી કરવા માટે આવ્યા છે તો પણ વાહન ચાલકો પાસે ધડોધડ દંડ વસૂલ કરતી પોલીસને આ સાપ્તાહિક બજાર કેમ દેખાતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News